ભારતમાં રહેતા આપનાં કોઈ સંબંધી અથવા સ્વજન અથવા મિત્ર અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ, અથવા દુનિયાનાં બીજા કોઈ પણ દેશમાં જવા ઈચ્છે છે ? તેમને વીઝા લેવા છે ? અથવા વીઝા મળતા નથી વીઝા લેવામાં કોઈ મુશ્કેલી નડે છે ? વારંવાર ધક્કા ખાવા પડે છે ?
આવામાં નીરાશ થવાની કે પરેશાન થવાની જરાપણ જરૂર નથી. તમને ફક્ત દુનીયાની એક જ જગ્યાએ જવાની જરૂર છે અને તે જગ્યા છે ચમત્કારિક શ્રી હનુમાનજીનાં ચરણ આ શ્રી હનુમાનજી મહારાજનાં ચરણમાં ભલભલા મનુષ્યોનો ઉધ્ધાર થયો છે. ત્યાં જશો એટલે તમને આપોઆપ અનુભૂતિ થવા માંડશે.
કેટલીક સદીઓ પહેલાં (આશરે 400 વર્ષ પહેલાં) આ જગ્યા ઉપર શ્રી ધોળેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યુ તેમ જાણવા મળે છે. સાઠોદરા નાગર ગૃહસ્થ શ્રી મહાસુખરામ મલકચંદ્ર પ્રાણવલ્લભનાં સુપુત્ર શ્રી બાપુજી મહાસુખરામે આ ધોળેશ્વર મહાદેવજીનાં મંદિરને એક અનેરૂ સ્વરૂપ આપ્યુ પોતાનાં કુટુંબનાં મંદિરમાં તે વખતે ફક્ત તેમનાં કુટુંબીજનો જ પૂજા કરતાં હતાં. શ્રી બાપુજી મહાસુખરામ તે રાવબહાદુર રણછોડલાલ છોટાલાલનાં સસરાજી હતાં આ ગુજરાતની પવિત્ર ભૂમી ઉપર સૌથી પહેલી મીલ રાવબહાદુર શ્રી રણછોડલાલ છોટાલાલે સ્થાપીત કરી હતી. તેમનાં સસરાશ્રી બાપુજી એ આ મંદિરમાં ચમકારિક શ્રી હનુમાનજીની મુર્તિ મુકાવી તેવુ માનવામાં આવે છે, તે દિવસથી આ દેસાઈની પોળમાં શાંતી અને શક્તિનો આવાસ થયો, જેનો આજે પણ અનુભવ કરી શકાય છે.
અમેરીકા અને ઈંગ્લેંડના વિઝાનાં નિયમો કડક થતાં ચમત્કારીક શ્રી હનુમાનજી દાદાએ અંગ્રેજોને તેમની શક્તિનો પરચો બતાવવાનો શરૂ કર્યો.
તુષારભાઈ, ઉદયનભાઈ, અનીલભાઈ, મુકેશભાઈ, રેખાબેન, પ્રિતીબેન, નમ્રતાબેન, દિલીપભાઈ, નીતાબેન જેવા કેટલાંય લોકો શ્રી હનુમાનજી પાસે વર્ષોથી પોતાની પ્રાર્થનાં લઈને આવતાં અને પોતાનાં ન થતાં કામો શ્રી હનુમાનજીનાં ચરણે રજુ કરતાં દાદાની ભક્તિથી તે લોકોનાં કામો થતાં ગયા અને લોકોને વિઝા મળતાં ગયા ચમત્કારિક શ્રી હનુમાનજીની કૃપાથી કેટલાંય લોકોને આસાનીથી વીઝા મળવા માંડયા અને તેમ તેમ લોકોની આ વાતો આખી દુનિયામાં વહેતી થઈ ભારતભરમાંથી લોકો તેમનો પાસપોર્ટ, વિઝામાં મુકવાની ફાઈલ, ટપાલમાં આવેલ વિઝાનો કાગળો લઈને લાઈનો લગાવતા થયા દાદા એક પછી એકને તેમનો ચમત્કાર બતાવતાં ગયા સંપૂર્ણ શ્રધ્ધાથી આવનાર મનુષ્યોને દાદાએ તેમનો પરચો પણ બતાવેલો છે તેવા પણ કિસ્સાઓ છે.
ભારતનાં અનેક લોકો વિઝામાં દસ્તાવેજની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં દર શનિવારે શ્રી હનુમાનજીનાં ચરણોમાં આવીને આર્શીવાદ લેવાનું જરૂરી સમજે છે અને ફોરેન એમ્બેસીમાં જતાં પહેલાં શ્રધ્ધાળુઓ દાદાને પ્રસન્ન કરવા, તેમની પુજા કરવા, તેમની આરતી ઉતારવા અને તેમનાં દિવા કરવા અચુક આવે છે. શનિવારે અને મંગળવારે દાદાને પ્રસાદ ચઠાવવાનું ભૂલતાં નથી જેઓ દાદાની પૂજા અર્ચના કરે છે તે દરેકની માન્યતા આ શ્રી બજરંગબલી મહારાજ અચૂક પૂર્ણ કરે છે તેવો અનુભવ મોટાભાગના મનુષ્યોને અહિ થયો છે.
ચમત્કારીક શ્રી હનુમાનજી મહારાજની બાધા રાખનાર મનુષ્યનાં વિવાહ-લગ્ન થઈ ચુક્યા છે. કુટુંબોનાં અને વ્યક્તિઓનાં અસંખ્ય વ્યક્તિઓને વિઝા મળ્યા છે અને અભ્યાસ તથા નોકરી-ધંધામાં ખુબ જ સફળતાં મળી છે.
ચમત્કારિક શ્રી હનુમાનજી મહારાજની પૂજા-હવન પ્રાર્થના કરનાર વૃદ્ધ વ્યક્તિઓ અને અસાધ્ય માંદગી ભોગવતી વ્યક્તિઓને જીવમાંથી મુક્તિ પણ ભગવાને અપાવેલી છે. શ્રી હનુમાનજી મહારાજની જેટલી ગાથાઓ ગાવો એટલી ઓછી છે.
ભારતમાં આવેલા ગુજરાત રાજ્યમાં સૌથી મોટા અને પ્રાચિન શહેર અમદાવાદનાં રેલ્વે સ્ટેશન પાસે આવેલાં પાચકુવા દરવાજા અને સારંગપુર દરવાજા પાસે ખાડીયા નામનાં વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં 1832 નંબરનાં સ્થળે ચમત્કારિકશ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને તેમની પાસે શ્રી ધોળેશ્વર મહાદેવજી દાદાનું સુંદર અને અતિપ્રાચિન મંદિર છે, જેમાં દરરોજ પૂજા કરનારાઓ આવે છે. સવારે 7 થી બપોરે 12 અને સાંજે 4 થી રાત્રે 7:30 વાગ્યા સુધી દરરોજ ખુલ્લુ રહેનારૂ મંદિર શનિવારે સવારે 7 થી રાત્રીનાં 9 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે, જ્યાં પીવાના શુદ્ધ પાણીની સગવડ છે, ઓફીસમાં મનેજર તથા મંદિરમાં પૂજારીઓ સતત જન સેવામાં હાજર રહી પોતાનો પુરો સહયોગ આપવાનાં પ્રયત્નમાં રહે છે.
નોંધ
આ મંદિરની વિઝાની સિધ્ધિને ઘ્યાનમાં રાખીને દેશનાં ઘણાં બીજા હનુમાનજી મંદિરોમાં ફોરેનનાં વિઝા મળે છે તેવો ખોટો પ્રચાર કરી રહેલા છે તે મંદિરો સાથે અમારે કોઈ સંબંધ નથી કે કોઈ લાગતુ વળગતું નથી તેની સર્વે વ્યક્તી નોધ લેવી. |