મંદિરનો સમય સવારે 7.30 થી સાંજે 7.30 નો છે. બપોરે મંદિર 1.30 થી 3.30 વાગ્યા સુધી બંધ રહેશે
મહેરબાની કરીને તમારું ફોર વ્હીલર રેલ્વે સ્ટેશન અથવા સારંગપુર પાર્કિંગ સ્થળ પર પાર્ક કરો. ખાડિયા દરવાજા ચાર રસ્તા પાસે તમારું ફોર વ્હીલર પાર્ક કરશો નહીં. કૃપા કરીને અમને સહકાર આપો
ભારતમાં રહેતા આપનાં કોઈ સંબંધી અથવા સ્વજન અથવા મિત્ર અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ, અથવા દુનિયાનાં બીજા કોઈ પણ દેશમાં જવા ઈચ્છે છે ? તેમને વીઝા લેવા છે ? અથવા વીઝા મળતા નથી વીઝા લેવામાં કોઈ મુશ્કેલી નડે છે ? વારંવાર ધક્કા ખાવા પડે છે ?
આવામાં નીરાશ થવાની કે પરેશાન થવાની જરાપણ જરૂર નથી. તમને ફક્ત દુનીયાની એક જ જગ્યાએ જવાની જરૂર છે અને તે જગ્યા છે ચમત્કારિક શ્રી હનુમાનજીનાં ચરણ આ શ્રી હનુમાનજી મહારાજનાં ચરણમાં ભલભલા મનુષ્યોનો ઉધ્ધાર થયો છે. ત્યાં જશો એટલે તમને આપોઆપ અનુભૂતિ થવા માંડશે.
કેટલીક સદીઓ પહેલાં (આશરે 400 વર્ષ પહેલાં) આ જગ્યા ઉપર શ્રી ધોળેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યુ તેમ જાણવા મળે છે. સાઠોદરા નાગર ગૃહસ્થ શ્રી મહાસુખરામ મલકચંદ્ર પ્રાણવલ્લભનાં સુપુત્ર શ્રી બાપુજી મહાસુખરામે આ ધોળેશ્વર મહાદેવજીનાં મંદિરને એક અનેરૂ સ્વરૂપ આપ્યુ પોતાનાં કુટુંબનાં મંદિરમાં તે વખતે ફક્ત તેમનાં કુટુંબીજનો જ પૂજા કરતાં હતાં. શ્રી બાપુજી મહાસુખરામ તે રાવબહાદુર રણછોડલાલ છોટાલાલનાં સસરાજી હતાં આ ગુજરાતની પવિત્ર ભૂમી ઉપર સૌથી પહેલી મીલ રાવબહાદુર શ્રી રણછોડલાલ છોટાલાલે સ્થાપીત કરી હતી. તેમનાં સસરાશ્રી બાપુજી એ આ મંદિરમાં ચમકારિક શ્રી હનુમાનજીની મુર્તિ મુકાવી તેવુ માનવામાં આવે છે, તે દિવસથી આ દેસાઈની પોળમાં શાંતી અને શક્તિનો આવાસ થયો, જેનો આજે પણ અનુભવ કરી શકાય છે.
અમેરીકા અને ઈંગ્લેંડના વિઝાનાં નિયમો કડક થતાં ચમત્કારીક શ્રી હનુમાનજી દાદાએ અંગ્રેજોને તેમની શક્તિનો પરચો બતાવવાનો શરૂ કર્યો.
Read More...
|